Thursday, April 24, 2025

વાંકાનેર ખાતે વિચરતી-વિમુક્ત સમુદાય એકતા મંચની બેઠક યોજાઇ

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: મયુર ઠાકોર વાંકાનેર)

દસ ટકા અનામતના પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી

વાંકાનેર : તા.૨૭ ઓગસ્ટના રોજ રાજકોટ રોડ પર આવેલ વેલનાથ બાપુના મંદિર ખાતે વિચરતી-વિમુક્ત સમુદાય એકતા મંચ દ્વારા એક બેઠક મળી હતી. જે બેઠકમા જુના ૧૦ ટકા અનામતના પડતર પ્રશ્નોને લઈને જાગૃતિ માટે અને સરકારના ભીખુ ઇદાતે કમિશન, રેન્કે કમિશન,રોહિણી કમિશનોની ભલામણની ઝડપથી સરકાર દ્વારા અમલવારી કરી અને વિચરતી-વિમુકત જાતિને ૧૦ ટકા અલગ અનામત આપવા તાલુકા પંચાયત, નગરપાલિકાના તમામ સભ્યો અને વિચરતી વિમુક્ત જાતિમાં સમાવિષ્ટ જ્ઞાતિના લેટરપેડ પર સરકાર સમક્ષ લેખિતમાં રજુઆત કરવા જ્ઞાતિના આગેવાનો અને યુવાનોને ડો.પ્રકાશભાઈ કોરડીયા, સંજયભાઈ અજાણી, પપ્પુભાઈ ઠાકોર, ભરતભાઇ રાઠોડ,સનતભાઈ ડાભી, મેરાભાઈ વિઠ્ઠલાપરા, રાજુભાઈ કોરડીયાએ બેઠકમાં હાજર આગેવાનોને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

જેમાં ચુવાળીયા ઠાકોર સમાજના શહેર પ્રમુખ જયંતીભાઈ મદ્રેસાણીયા, શિવસેના તાલુકા પ્રમુખ મયુરભાઈ ઠાકોર, શિવસેના શહેર પ્રમુખ મેહુલભાઈ ઠાકોર, રૂખડભાઈ માણસૂરિયા, રણછોડભાઈ, મનસુખભાઈ, વિરજીભાઈ, ગોપાલભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ ઉપરાંત વિચરતી-વિમુક્ત સમુદાય એકતા મંચ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના ગામે-ગામ પ્રવાસ કરી બંધ થઈ ગયેલ લાભોનું ફરી અમલીકરણ તેમજ તેના લાભો અંગે લોકોમાં જાગૃતતા લાવી ગામે ગામથી મુખ્યમંત્રીને પત્ર લખી અભિયાન શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

Related Articles

Total Website visit

1,502,267

TRENDING NOW