વાંકાનેર: વાંકાનેર તાલુકાના અમરસર ગામે બાઇક ચાલકે યુવતીને હડફેટે લેતા ઇજા પહોંચી હોવાની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અમરસર ગામમાં રહેતા કરીનાબેન હુસેનભાઈ અલારખાભાઈ બાંભણીયા (ઉ.વ. ૧૯) રોડ પર ચાલીને જતા હતા ત્યારે મોટરસાયકલ નં. GJ-36-A-6880 ચાલક વિનોદભાઈ જીવાભાઈ(રહે. અમરસર,તા.વાંકાનેર)એ મોટરસાયકલ બેફીકરાઈથી ચલાવી હડફેટે લેતા કરીનાબેનને ઇજા પહોંચી હતી. આ અકસ્માત અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા વધુ તપાસ હાથ ધરી છે.