વાંકાનેરના નવાપરા આર.કે.નગર. શેરી નંબર-૨ ના નાકે સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમોને વાંકાનેર સીટી પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના નવાપરા આર.કે.નગર. શેરી નંબર-૨ નાં નાકે સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા આરોપી હાસમભાઈ સતારભાઈ કાબરા, પ્રકાશભાઈ રશીકભાઈ શંખેસરીયા, દેવજીભાઈ નાથાભાઈ સીતાપરા, મનસુખભાઈ ભગવાનજીભાઈ સતાપરા (રહે.તમામ નવાપરા, વાંકાનેર)ને રોકડ રકમ રૂ. ૧૮૨૦૦ના મુદ્દામાલ સાથે વાંકાનેર સીટી પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.