વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ગેસ ટેન્કરમાં છુપાવેલ ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીને એલસીબી મોરબી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમે રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો.
મોરબી એલસીબી પેરોલ ફર્લો સ્કોડની ટીમ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હતા. તેમજ અન્ય ગુનાની તપાસના કામે રાજસ્થાન, હરીયાણા રાજ્યમાં ટીમ ગયેલ હોય જે પૈકી પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા તથા નિરવભાઇ મકવાણાને મળેલ બાતમી આધારે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશન એક્ટ કલમ ગુનાનો આરોપી રામારામ ઉર્ફે રમેશ ખરતારામ સીયાગજાટ (રહે. જોધપુર બોરાનાકા સીયાગો બાસ તા.જી.જોધપુર (રાજસ્થાન) વાળાને રાજસ્થાન તેના રહેણાંક મકાનેથી પકડી પાડ્યો હતો.
આમ, ઇંગ્લીશ દારૂના ગુન્હમા છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ને સફળતા મળેલ છે. કામગીરીમાં વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. મોરબી તથા એન.બી.ડાભી પો.સબ.ઇન્સ. તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા, નિરવભાઇ મકવાણા તથા પો.કોન્સ. દશરથસિંહ પરમાર, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઇ જીલરીયા, વિક્રમભાઇ કુગીયા રણવીરસિંહ જાડેજા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.