વાંકાનેરની જામસર ચોકડી પાસે બેલાની ખાણમાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં યુવકનુ મોત
વાંકાનેર: વાંકાનેરની જામસર ચોકડી પાસે પેપરમીલની સામે બેલાની ખાણમાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં યુવકનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ નીરજકુમાર વિજયકુમાર ગૈાતમ ઉ.વ. ૩૦ રહે. જામસર ચોકડી પેપર મીલની સામે બેલાની ખાણમાં તા.વાંકાનેર વાળાને બેલાની ખાણમાં ઇલેકટ્રીક શોક લાગતા સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.