રાજકોટ સદભાવના વૃધ્ધાશ્રમમાં વડીલો ને ભરપેટ ભોજન કરાવી જન્મદિવસની કરાઈ ઉજવણી
મોરબી : વાંકાનેરના સિંધાવદરમાં રહેતા અને ઈમ્પોર્ટ એકસપોર્ટનું કામ કરતા જાવેદખાન નજીરખાન પઠાણના પુત્ર સમીરખાનનો તા.19 ઓક્ટોમ્બર અને સાથે સાથે પેગંબર સાહેબના જન્મદિવસ ઇદે મિલાદના પવિત્ર દિવસે સમીરખાન પઠાણનો પણ જન્મદિવસ હોય જેથી રાજકોટના સદભાવના વૃધ્ધાશ્રમ ખાતે વડીલોને ભરપેટ ભોજન કરાવી પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.