વાંકાનેર: વાંકાનેરનાં વીસીપરામાં સાવનભાઈ સુરેશભાઈ સાકરીયાનાં ઘર પાસેથી બાઇક ચોરાઈ હોવાની ફરીયાદ વાંકાનેર સીટી પોલીસ મથકે નોંધાઇ.
મળતી માહિતી મુજબ ધાંગધ્રા તાલુકાના બાવળી ગામે રહેતા સુખદેવભા વીહાભા ગઢવી (ઉ.વ.૨૪) નું પલસર મોટરસાયકલ રજી નં- GJ-22-E-7818 (કીં.રૂ. ૩૦,૦૦૦) તેનાં મિત્ર સાવનભાઈ સુરેશભાઈ સાકરીયા પોતાના ઘરે કામથી ધઈ ગયેલ હોય સાવનભાઈએ પોતાના ઘર પાસે બાઈકને હેન્ડલ લોક કર્યા વગર પાર્ક કરેલ હોય જેયાથી કોઈ અજાણ્યો ઇસમ ચોરી ગયાની ફરીયાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે બાઈક ચોરી કરનાર શખ્સનેં ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા.