વાંકાનેરના શાહબાવાની દરગાહ પાસે રામચોકમાં વર્લી ફીચરનો જુગાર રમતો એક ઇસમને વાંકાનેર સીટી પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી એ.એસ.આઇ એચ.ટી.મઠીયા સહિત પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન વાંકાનેરના શાહબાવાની દરગાહ પાસે રામચોકમાં નશીબ આધારીત વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમી રમાડતો હશનભાઇ હનીફભાઇ કુરેશી (રહે.કુંભારપરા મેઇનરોડ ઉપર વાંકાનેર)ને રોકડ રકમ રૂ.10,100 સાથે પકડી પાડ્યો હતો. પોલીસે હશન વિરૂધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.