વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે બાળકને સાપ કરડી જતા સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું હતું. ત્યારે આ બાબતે અકસ્માતે મૃત્યુ નોંધ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ નજીક આવેલ જે.બી.એસ રીફેક્ટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના સાડા ત્રણ વર્ષીય બાળક ધર્મેશ રાહુલભાઇ મંગલસીંગ ડામોર રહે.હાલ અરમાનભાઇ કડીવારના જે.બી.એસ રીફકટરી કારખાનામા રાતીદેવરીને ગત તા. ૨૩/૦૭ના રોજ સવારના પાંચ વાગ્યાની આસપાસ સાપ કરડી જતા તેને બેભાન હાલતમાં રાજકોટ ઝનાના હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવતા જ્યાં ટૂંકી સારવારમાં ૩.૫ વર્ષીય બાળકનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. અકાળે મૃત્યુના બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.