(અહેવાલ: અમિત રાજગોર વાંકાનેર)
વાંકાનેર: દશેરા એટલે અધર્મ પર ધર્મનો વિજય, અન્યાય પર ન્યાયનો વિજય, અસત્ય પર સત્યનો વિજય. શસ્ત્ર દ્વારા અધર્મ, અન્યાય અને અસત્ય પર જીત હાંસિલ કરવી શક્ય છે. આપણા ધર્મમાં શસ્ત્ર એ શક્તિનું પ્રતિક છે. અને તેને સાર્થક કરવા દશેરાના દિવસે શસ્ત્રની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે.
તેના ભાગરૂપે વાંકાનેર રાજપરિવાર દ્વારા રણજીત વિલાસ પેલેસ ખાતે વાંકાનેર મહારાણા રાજસાહેબ કેશરીદેવ સિંહજી ઝાલા દ્વારા શસ્ત્ર પૂજન, ગૌ પૂજન, અશ્વ પૂજન, ખીજડા પૂજન અને વાહન પૂજન નો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પરંપરાગત વસ્ત્રમાં અને માં ભવાની રૂપી શાસ્ત્ર સાથે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
