વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ એક સિરામિકના કારખાનામાં મજૂરીકામ કરતી વેળાએ અચાનક કોઈ કારણસર કારખાનાની મશીનરીમાં માથું આવી જવાથી મજૂર યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ એસકોન સીરામીક કારખાનામાં રહી મજૂરી કામ કરતા અને મુળ પંચમહાલના વતની રામાદ્વર પાનસુ (ઉ.વ. 35) નામના યુવાનનું કારખાનામાં મજુરી કામ કરતી વેળાએ અચાનક માથું મશીનરીમાં આવી જવાથી યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જે બાદ યુવાનના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી, બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસે બાબતે અકસ્માત મૃત્યુ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.