વાંકાનેરના ભલગામ ગામની સીમમાંથી અંગ્રેજી દારૂનું કટીંગ પકડી ટ્રક તથા અંગ્રેજી દારૂની 1520 બોટલો મળી કુલ કી.રૂ. 15,82,400 નો મુદામાલ પકડી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમના પો.હેડ કોન્સ. ચંદુભાઇ કાણોતરા, તથા પો.કોન્સ. નિરવભાઇ મકવાણા, દશરથસિંહ પરમારને સંયુકત ખાનગી રાહે બાતમી મળેલ કે, અમુક ઇસમો અશોક લેલન ટ્રક કન્ટેનર નંબર-HR 38-7-3623 વાળીમાં ગેરકાયદેસર રીતે ઇગ્લીશ દારૂનો જથ્થો બહારના રાજ્યમાંથી ભરી વહન કરી લાવી ભલગામની સીમમાં આવેલ ગ્રીનલેબલ કાસ્ટીંગના નવા બનતા કારખાનાની પાછળ આવેલ વીડી વિસ્તારમાં ઇંગ્લીશ દારૂનુ કટીંગ થનાર છે. જે બાતમી આધારે સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા ટ્રક કન્ટેનર નંબર-HR-38-2-3623 વાળીમાં મારૂતી સુઝુકી કંપનીના સ્પેરપાર્ટ ભરેલ નાના મોટા પુશના બોકસની આડમાં જુદી જુદી બ્રાન્ડનો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે ટ્રક ચાલક નાશી ભાગી ગયેલ હતો. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક તથા માલ મોકલનાર તથા માલ મંગાવનાર વિરૂધ્ધ પ્રોહી ધારા તળે ગુનો રજી. કરાવી આગળની તપાસ એલ.સી.બી. પો.સબ.ઇન્સ. એન.બી.ડાભીએ હાથ ધરેલ છે.
પોલીસે દરોડા દરમ્યાન મેગ્ડોવેલ નં.01 સુપીરીયર વ્હીસ્કીની બોટલો નંગ.660 (કી.રૂ.2,47,500), રોયલ ગોલ્ડ પ્રીમીયમ વ્હીસ્કીની બોટલો નંગ.900 (કી.રૂ.2,70,000), અશોક લેલન ટ્રક કન્ટેનર નંબર-HR-38-Z-3623 (કી.રૂ.8,00,000), મારૂતી સુઝુકી કંપનીના સ્પેરપાર્ટના બોકસ (કી.રૂ.2,63,900) જી.પી.એસ સીસ્ટમ (કી.રૂ.1,000) મળી કુલ કી.રૂ.15,82,400નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ સફળ કામગીરીમાં વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા એન.બી.ડાભી પો.સબ.ઇન્સ. તથા પો.હેડ કોન્સ. દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, ચંદુભાઇ કાણોતરા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સંજયભાઇ મૈયડ, જયેશભાઇ વાઘેલા, ચંદ્રકાંતભાઇ વામજા, દશરથસિંહ ચાવડા, પો.કોન્સ. નિરવભાઇ મકવાણા, દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયા, વિક્રમભાઇ ફુગસીયા, ભગીરથસિંહ ઝાલા તથા પો.કોન્સ. ભરતભાઇ મીયાત્રા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા, હરેશભાઇ સરવૈયા, સતીષભાઇ કાંજીયા વિગેર દ્વારા કરવામાં આવેલ છે.
