વાંકાનેરના પલાસ ગામે તીન પત્તીનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે રેડ કરી આઠ પતા પ્રેમીઓને ઝડપી લીધા.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાંકાનેરના પલાસ ગામે મહાદેવના મંદિર પાસે જાહેરમાં તીન પત્તીનો નશીબ આધારિત જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડા પાડયા હતા. પલાસ ગામે જુગાર રમતા સતીષભાઈ ગોરધનભાઈ કુણપરા (ઉ.વ.૨૩), વાલજીભાઈ ભનુભાઇ કુણપરા (ઉ.વ.૨૨), જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતેશભાઇ સતાભાઈ ગમારા (ઉ.વ.૨૧), મુન્નાભાઈ બાબુભાઈ લાંબરીયા, ભગુભાઈ નથુભાઈ કુણપરા, ભરતભાઈ મધાભાઈ કુણપરા, મહેશભાઈ કુકાભાઈ લાંબરીયા, મનસુખભાઈ ચોથાભાઈ છત્રોલીયા (રહે બધા પલાસ ગામ.વાકાનેર) ને રોકડ રકમ ૧૨,૧૦૦ સાથે ઝડપી પાડી તમામ આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે