વાંકાનેરના જુના રાતીદેવળી ગામે જુના મનદુઃખનો ખાર રાખી યુવાન ઉપર પાંચ શખ્સોએ હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની યુવાનના પિતાએ વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના જુના રાતીદેવળી ગામે રહેતા લાલજીભાઈ ભલાભાઈ વોરાએ આરોપીઓ વસંતભાઈ ખેંગારભાઈ વોરા, કાળુભાઈ વસંતભાઈ વોરા, પોપટભાઈ વસંતભાઈ વોરા, વિજયભાઈ પરસોતમભાઈ વોરા, રમેશભાઈ ગોરધનભાઈ વોરા (રહે. પાંચેય જુની રાતીદેવળી તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી.
લાલજીભાઈ વોરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.8 ના રોજ આરોપીઓએ ફરીયાદીને જુના મનદુખનો ખાર રાખી ગાળો બોલતા હોય. જેથી, આ કામના ફરીયાદીના દિકરા સાહેદ પ્રકાશે ગાળો ન બોલવા ઠપકો આપતા જેનુ સારૂ નહિ લાગતા આરોપીએ પ્રકાશને લાકડાના ધોકા વતી જમણા પગે તથા બીજા આરોપીઓએ લોખંડના પાઈપ વતી સાહેદ પ્રકાશને જમણા પગે પેનીના ભાગે ફ્રેક્ચરની ઇજા પહોંચાડી તેમજ સાહેદ પ્રકાશને ઢીકાપાટુનો શરીરે વાંસામા મુંઢ માર મારી સાહેદ પ્રકાશને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના હેડ.કોન્સ્ટેબલ ઇશ્વરભાઇ કરોતરા ચલાવી રહ્યા છે.