વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીક વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમતો એક ઇસમને વાંકાનેર સીટી પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં એએસઆઇ હિરાભાઇ તેજાભાઇ મઠીયા તથા પોલીસ ટીમ પેટ્રોલીંગ હોય તે દરમ્યાન વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમી રમાડતો દિપકભાઇ ઉર્ફે બટેર દેવશીભાઈ હડાણી (રહે.જીનપરા શેરી નં.12 રામજી મંદિર પાસે વાંકાનેર) ને રોકડ રૂ.650 તથા મોબાઇલ નંગ.1 (કિં.રૂ.8000) મળી કુલ 8650 ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો.