વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમાં બેલાની ખાણમાં કામ કરતી વેળાએ વીજશોક લાગતાં યુવાનનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમાં આવેલી હરીભાઇની બેલાની ખાણમાં કામ કરતી વેળાએ સંતોષભાઇ ફુલચંદ્રભાઇ નિશાદ (ઉ.વ. ૧૯, રહે.આણંદપર, તા. વાંકાનેર)ને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત નિપજ્યું હતું. આ બાબતે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મોત દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.