વાંકાનેર તાલુકાના આણંદપર ગામે જુગાર રમતા ૪ પત્તાપ્રેમીઓનેં વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન વાંકાનેર તાલુકાના આણંદપર ગામે રામાપીરના મંદીર નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી દશરથભાઈ પ્રભુભાઈ કેરવાડીયા વિનુભાઈ ધરમશીભાઈ કુકાવવા, નિલેશભાઈ હીરાભાઇ કેરવાડીયા,(રહે.ત્રણે આણંદપર, ખોડીયાર મંદિર વિસ્તાર તા.વાંકાનેર) તથા વિશાલભાઈ પ્રભુભાઈ સેતાણીયા (રહે. વરડુસર ખરડીયા. તા. વાંકાનેર) નેં રેઇડ કરી રોકડ રકમ રૂ. ૨૧,૫૦૦ નાં મુદામાલ સાથે પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.