વાંકાનેર: પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અને વાંકાનેર રાજ પરિવારના મહારાણા રાજ સાહેબ શ્રી દિગ્વિજયસિંહજીનું ગઇકાલે દુખદ અવસાન થયેલ છે. વાંકાનેર મહારાણા દિગ્વિજયસિંહ ઝાલા બે વખત ધારાસભ્ય (1962-67, 1967-72) તરીકે, બે વખત સાસંદ સભ્ય (1980-84, 1984-89) તરીકે અને એક વખત કેન્દ્રીય પર્યાવરણ મંત્રી તરીકે સેવા આપી ચુક્યા છે. વાંકાનેરના મહારાજ તરીકે તેમની જનતામાં બહોળી લોકચાહનાના કારણે તેમના અવસાનથી વાંકાનેરની જનતામાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. ત્યારે વાંકાનેરના રાજવી ડૉ. દિગ્વિજયસિંહ ઝાલાનું ગઈકાલે નિધન થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર પર શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
