મોરબી પ્રદેશ કૉંગ્રેસ સમિતિના સોશ્યિલ મીડિયા વિભાગ દ્વારા મોરબી તેમજ મોરબી જિલ્લા અને તાલુકામાં વરસાદ પછી કે પહેલા રોડ અને રસ્તા પર પડેલા મસમોટા ગાબડા પુરવા અને રસ્તાની કામગીરી વધુ સારી રીતે થાય એ માટે મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર ગિરીશ સરવૈયા તેમજ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી ગોહિલ સાહેબને આવેદન પાઠવવામાં આવ્યું હતું.
જેમાં મોરબી સોશ્યિલ મીડિયા વિભાગ ની ટીમ હાજર રહી હતી.અને નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ તાલુકા વિકાસ અધિકારી સાથે રોડ રસ્તા બાબતે ચર્ચા કરી હતી. મોરબી પ્રદેશ કોંગ્રેસના સોશ્યિલ મીડીયા ડિપાર્ટમેન્ટના ગૌતમ ભાઈ મોરડીયા ,ભાવેશભાઈ લાડોલા, ચિરાગભાઈ ચૌહાણ, મનોપાલભાઈ ભાસ્કર, તંગચન સાહેબ, રીબીશ ડેનિયલ, હિરેનભાઈ પનારા, આ પ્રસંગે હાજર રહ્યા હતા.
