મોરબી તાલુકાના લૂંટાવદર ગામના પાટિયા નજીક બાઈક આડે રોઝડું ઉતરતા યુવાનને ઈજા પહોચી હતી જેથી તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
હજનાળી ગામના અશ્વિનભાઇ ભવાનભાઇ લોરીયાના બાઈક લઈને જઈ રહ્યા હતા તે વેળાએ લૂંટાવદર ગામના પાટિયા નજીક બાઈક આડે રોઝડું ઉતરતા અકસ્માત સર્જાયો હતો. અને આ અકસ્માતમાં ગંભીર ઈજા થતા સારવાર દરમ્યાન અશ્વિનભાઈનું મૃત્યુ નિપજતા પોલીસે મૃતકના ભાઈની ફરિયાદને આધારે ગુન્હો નોંધ્યો છે.