લાલપર ખાતે ઝડપાયેલ કરોડોના દારૂ બાદ મોરબી પોલીસ આવી હરકતમાં, ૧૪ અલગ અલગ જગ્યાએ થી ૪૦૨૦/- રૂપિયાનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડયો.
મોરબી જિલ્લા પોલીસ દારૂની પોટલીઓ જ પકડતી રહી ગઈ.. તો બીજી બાજુ SMC ની રેઇડ..
મોરબી જિલ્લા પોલીસ દ્વારા ગત રોજ અલગ અલગ જગ્યાએથી પ્રોહી ના અલગ અલગ 14 ગુનાઓ નોંધવામાં આવ્યા છે જ્યારે કરોડોનો દારૂ તો મોરબી જિલ્લા પોલીસની નાક નીચે થી નીકળી ગયો.. અને પોલીસ ફક્ત પોટલીઓ અને એક બે બોટલો પકડતી રહી.
ત્યારે જો આ ૧૪ ગુન્હાની વાત કરીએ તો પ્રથમ ગુન્હામાં લાતી પ્લોટ સેરી નં ૩ માંથી રજીયાબેન વા/ઓ જુસબભાઇ ઇલીયાસભાઇ કટીયા ના મકાન માંથી ૨૦૦ મીલીની ક્ષમતાવાળી પ્લા.ની કોથળીઓ નંગ-૪૫ મળી કુલ કેફી પ્રવાહી પીણુ લીટર-૦૯ કિંમત રૂપીયા-૧૮૦/- નો મુદ્દામાલ ઝડપી પાડયો છે.
બીજા ગુન્હામાં કાલિકા પ્લોટ મોમાઈ ડેરી વાળી શેરીમાં ઇલાબા વા/ઓ યુવરાજસિંહ ભીખુભા જાડેજા ના ભોગવતા વાળા ઘરમાંથી ૨૦૦ મીલીની ક્ષમતાવાળી પ્લા.ની કોથળીઓ નંગ-૫૫ મળી કુલ કેફી પ્રવાહી પીણુ લીટર-૧૧ કિંમત રૂપીયા-૨૨૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો
ત્રીજા ગુન્હામાં કંડલા બાઇપાસ દલવાડી સર્કલ નજીકથી મુસ્કાનબેન વા/ઓ હનીફભાઇ કટીયા પાસેથી કેફી પ્રવાહી ભરેલ પ્લાની કોથળી આશરે ૨૫૦ મીલી ની નંગ-૪૮ દારૂ લીટર-૧૨ કી.રૂ.૨૪૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે
ચોથા ગુન્હામાં કબીર આશ્રમ વાવડી રોડ ખાતેથી રાજુભાઈ સુંદરજીભાઈ ગજરા પાસેથી દેશી દારૂ ભરેલ પ્લા.ની આશરે ૨૦૦ એમ.એલ ની કોથળીઓ નંગ-૨૯ દેશીદારૂ લી.૬ કિ રૂ,૧૨૦/-નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
પાંચમા ગુન્હામાં નવલખી ફાટક પાસેથી રમજાન ઉર્ફે બાદશાહ અનવરભાઈ મકવા પાસેથી કેફી પ્રવાહી દેશી દારૂ ભરેલ પ્લાની કોથળીઓ નંગ-૧૨ દેશી દારૂ લી.-૬ કિ રૂ-૧૨૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
છઠ્ઠા ગુન્હામાં ત્રાજપર ચોકડી થી મહારાણા સર્કલ જતા રોડ ઉપર જયપ્રકાશ કાંતીલાલ ભઠર જાતે વાણીયા પાસેથી બ્લેન્ડર પ્રાઇડ સિલેક્ટ પ્રિમીયમ વ્હીસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૦૨ કિ.રૂ.૧૭૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
સાતમા ગુન્હામાં જૂના નાગડાવાસ ગામે હંસાબેન સામજીભાઇ સાંતોલા પાસેથી પ્લા.ના બાચકામાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૨૫ દેશીદારૂ લી-૦૫ કિ.રૂ.૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો.
આઠમા ગુન્હામાં કેરાળા ગામની સીમમાં પ્રકાશભાઇ રામુભાઇ મંદુરીયા પાસેથી ૨૦૦ મીલીની કોથળીઓ નંગ-૩૫ દેશીદારૂ આશરે લી-૦૭ કિ.રૂ-૧૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
નવમા ગુન્હામાં પિપળી ગામની સીમ પીપળી રોડ પર મનિષ કાટા આગળથી હરેશભાઇ રણછોડભાઇ માખાણા પાસેથી કેફી પ્રવાહી દેશી દારૂ લીટર-૧૧ કિ રૂ-૨૨૦/-ના મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.
દસમા ગુન્હામાં સાપર ગામની સીમ સેન્ડવીસ સિરામીક કારખાના પાછળ હનીફભાઇ હબીબભાઇ જામને દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૭૫ દેશીદારૂ લી-૧૫ કિ.રૂ.૩૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.
અગિયારમાં ગુન્હામાં ભોજપરા બસસ્ટેશન પાસે અરવિંદભાઇ ઉર્ફે ભુરો જેઠાભાઇ વિંજવાડીયા પરથી દેશી દારૂ લીટર-૦૫ કિં.રૂ.૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
બારમા ગુન્હામાં વાંકાનેર ના ભોજપરા બસસ્ટેશન પાસે થી શિવરાજસિંહ સહદેવસિંહ ઝાલા પાસેથી પોતાના કબ્જામાં દેશી દારૂ લીટર-૦૫ કિં.રૂ.૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
તેરમા ગુન્હામાં ભલગામ,નર્મદા ઇન્ડસ્ટ્રીઝ સામે,આરોપીના રહેણાંક મકાનની ઓરડીમાંથી વાંકાનેર ખાતે થી અનકભાઇ રાવતભાઇ ધાંધલ/કાઠી પાસેથી ૨૫૦ એમ.એલ. ની ક્ષમતાવાળી કેફી પ્રવાહી પીણુ ભરેલ પ્લા.ની કોથળીઓ નંગ-૬૮ દેશી દારૂ લી-૧૭ કી.રૂ.૩૪૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ચૌદ માં ગુન્હામાં હળવદ તાલુકાના રાણેકપર રોડ ઉપર સાનીધ્ય સોસાયટી પછી આવેલ આરોપીના કબ્જા ભોગવટા વાડી દુકાન પાછળ થી સાગરભાઇ નવઘણભાઇ કોળી પાસેથી દેશી દારૂની કોથળી નંગ-૨૮ દારૂ લીટર-૦૭ કિં.રૂ.૧૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે…
ત્યારે મોરબી જિલ્લા પોલીસે દેશી દારૂ તેમજ બે બોટલો સહિત રૂ. ૪૦૨૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ત્યારે જો પોલીસ આવા પોટલિધારીઓ ને પકડી સકતી હોય.. તેની બતમીઓ મેળવી સકતી હોય તો શું મોરબી પોલીસને આ લાલપર ના કરોડોના દારૂની પણ નહિ હોય ?