મોરબી: લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા મહિલાઓને સેનેટરી પેડનું જાહેર વિતરણ કરવામાં આવ્યું હતું.અને સેનેટરી પેડ અંગે માહિતી પત્રિકા રૂપે પુરી પાડવામાં આવી હતી.
લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સવારે ૭ થી ૯ મોરબીમાં સરદાર બાગ સામે શનાળા રોડ પર ભરાતી જાહેર શાકમાર્કેટની તમામ મહિલાઓને એક કદમ મહિલાઓની સુરક્ષા તરફ પ્રોજેક્ટ અંતર્ગત સેનેટરી નેપકીનનું જાહેરમાં વિતરણ કરેલ હતું. તેમજ ક્લબની મહિલાઓ દ્વારા મહિલાઓને માસિક ધર્મ અંગે જાગૃત કરવામાં આવેલ છે. સાથે સેનેટરી નેપકીનના લાભ-ગેરલાભ અંગેની પત્રિકા પણ આપેલ હતી. આ પ્રોજેક્ટમા લાયન્સ મેમ્બર્સ સાથે તેમના પત્નીઓ અને મોરબીની યુવા આર્મી ગ્રુપની બહેનો દ્વારા સેવા આપવામાં આવી હતી.