મોરબી: તૈકેત વાવાઝોડાંની અસરના કારણે ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોની સ્થિતિ જોઈ લાયન્સ ક્લબ ઓફ ઓફ નઝરબાગના સભ્ય વિનોદભાઈ દ્વારા ઝૂંપડપટ્ટીમાં 250 ફૂટ પેકેટોનું વિતરણ કર્યું હતું.
મોરબીમાં તૈકેત વાવાઝોડા અને વરસાદી માહોલમાં ગરીબ પરિવાર મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના સભ્ય વિનુભાઈ માઈક્રો ફોટોગ્રાફર નામથી ઓળખતા વિનોદભાઈ સવારે મોર્નિંગ વોકમાં નીકળતા ઝુપડપટ્ટીના રહેવાસીઓની હાલત જોઇને હૃદય દ્રવી ઉઠ્યું હતું. અને તુરંત 2 કલાકમાં 250 ફૂડ પેકેટ તૈયાર કરી અને ઝુંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા લોકોને વિતરણ કરવામાં આવ્યા હતા.
