ટંકારા તાલુકાના લજાઈ ગામના સંતશ્રી અને લજાઈ ગૌશાળાના આદ્યસ્થાપક અને ભીમદેવ મહાદેવ મંદિરના મહંત શ્રી સોહમદત બાપુની તા. ૨૬ ફેબ્રુઆરીને બુધવારે મહાશિવરાત્રીના રોજ રક્તતુલાનુ આયોજન કરવામાં આવ્યું છે.
આ રક્તદાન કેમ્પની શરુઆત સવારે ૭:૩૦ કલાકેથી કરવામાં આવશે. એકત્ર થયેલ રક્તથી સોહમદત્ત બાપુની રક્તતુલા કરવામાં આવશે અને ત્યારબાદ આ રક્ત અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં અર્પણ કરવામાં આવશે. ત્યારે સ્વૈચ્છિક રીતે આ રક્તદાનમાં જોડાવવા અને મહાપ્રસાદનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવેલ છે.