ટંકારા: લજાઈથી જડેશ્વર રોડ બાબતે સામાજિક કાર્યકરોની અનશન પર ઉતરવાની ચીમકીથી મોરબી માર્ગમકાન વિભાગ તંત્ર જાગ્યું છે.
ટંકારા તાલુકાના લજાઈ ચોકડીથી જડેશ્વર સુધીના બિસ્માર રોડ બાબતે થોડા દિવસ પહેલા બિન રાજકીય સામાજિક કાર્યકરો ગૌતમભાઈ વામજા, રમેશભાઈ ખાખરીયા અને પ્રવિણભાઇ મેરજા દ્વારા લજાઈ થી જડેશ્વર સુધીના બિસ્માર રોડ બાબતે અનશન પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી. ત્યારબાદ માર્ગમકાન વિભાગના અધિકારી એચ. એ. આદ્રોજાએ ત્રણે સામાજીક કાર્યકરો સાથે મિટીંગ યોજી હતી.
અને મૌખીક બાહેંધારી આપી હતી કે, વરસાદ બંધ થતાં જ આ રોડનું જ્યાં માટીકામ, મેટલકામ આવતું હશે ત્યાં પેચવર્ક કામ તત્કાલીન કરવામાં આવશે અને આ રોડ સ્ટેટ હાઈવેના અંડરમાં હોવાથી જેમ બને તેમ અમો નવનિયુક્ત કરવા ઉપર સુધી રજુઆત કરશું. હાલ પેચવર્ક કામ વરસાદની સિઝન પુરી થતાં જ કરી આપીશું, આમ અધિકારીના કહ્યા મુજબ વરસાદ બંધ થતાં જ તાબડતોબ પેચવર્ક કામ શરુ કરી દેવામાં આવતા સામાજિક કાર્યકરોએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ મોરબી માર્ગમકાન વિભાગના RNB ના અધિકારીઓનો સામાજિક કાર્યકરોએ આભાર વ્યક્ત કર્યો હતો.