મોરબી તાલુકાના લગધીરપુર ગામે ભાયુભાગની ખરાબાની જમીનમાં ભેંસ ચરાવવા બાબતે સગા જેઠે મહિલાને માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. સામે પક્ષે જેઠે પણ વહુને પોતાની વાડીમાં વાવેલી જારમાં ભેંસ કાઢવાનું કહેતા લાકડી મારી હોવાની ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ લગધીરપુર ગામે રહેતા ભાવનાબેન ગોવિંદભાઇ ખાણધરએ પોતાની ભાયુભાગમાં આવેલી જમીન પાસેના ખરાબામાં ભેંસ ચરાવતા હોય ત્યારે આરોપી જેઠ દેવરાજભાઇ મેરાભાઇ ખાણધર (રહે. લગધીરપુર ગામ)ને સારું નહિ લાગતા ભાવનાબેનને ગાળો આપી શરીરે લાકડી વતી મુંઢ માર મારી હવે જો ભેસો ચારવા આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભાવનાબેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીએસની કલમો હેઠળ ગૂન્હો નોંધી આરોપી જેઠ દેવરાજભાઈને પકડી પાડેલ છે.
સામાપક્ષે દેવરાજભાઈ મેરાભાઈ ખાણધર (રહે.લગધીરપુર)એ પણ પોતાના નાનાભાઈના પત્ની ભાવનાબેન ગોવિંદભાઇ ખાણધર વિરુદ્ધ પોતાની જમીનમાં વાવેલી જુવારમાં ભેંસ આવી જતા બહાર કાઢવાનું કહેતા લાકડી ફટકારી ગળા, વાસાના ભાગે ઇજા કરી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસે આરોપી મહિલા ભાવનાબેન વિરુદ્ધ પણ આઈપીસીની કલમો હેઠળ ગુન્હો નોંધી ભાવનાબેનને પકડી પાડેલ છે.