Tuesday, April 22, 2025

પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપી ને મોરબીના રવિરાજ ચોકડી નજીકથી ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે તેને તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સી પાર્ટ પ્રોહિ એકટ કલમ ૬૫એઇ, ૧૧૬બી, ૮૧, ૮૩, ૯૮(૨) તથા આઇ.પી.સી કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧,૧૨૦(બી), ૨૦૧ વિ. મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી શબીર કાસમભાઇ જામ રે. ધ્રાંગધ્રા જી. સુરેન્દ્રનગર વાળો હાલે મોરબી રવિરાજ ચોકડી ખાતે આવેલ હોવાની બાતમી મળેલ જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી શબીરભાઇ ઉર્ફે શબો કાસમભાઇ જામ ઉ.વ. ૩૯ ધંધો ડ્રાઇવીંગ રહે ધ્રાંગધ્રા બીંદીગેસ એજન્સીની બાજુમાં જી.સુરેન્દ્રનગર વાળો મળી આવતા આરોપીને હસ્તગત કરી તપાસ અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન લાવી આરોપીને પ્રોહીબીશના ગુનામા બી.એન.એસ. એસ. કલમ ૩૫(૨) જે મુજબ અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પો.સ્ટે.ને સોપી આપેલ છે

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW