(ભાવિષ જોષી હળવદ): ઉનાળાના કપરા ગરમીના દિવસોમાં અબોલ પક્ષીઓ માટે રોટરી ક્લબ દ્વારા પક્ષીઓને પીવાના પાણીના કુંડાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં રોટરી ક્લબના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તેમજ નરભેરામભાઈ અઘારા અજુભાઈ, સની ત્રિવેદી, કલ્પેશ દવે હાજર રહ્યા હતા.
આ પ્રોજેક્ટ રોટરી ક્લબ દ્વારા ગરમીના દિવસોમાં દર વર્ષે હાથ ધરવામાં આવે છે. આ સિવાયના પણ ઘણા પ્રોજેક્ટો હાલમાં રોટરી ક્લબ હળવદ દ્વારા કરવામાં આવે છે. જેવા કે, વૃક્ષારોપણ, ભુખ્યાને ભોજન, રાહતદરે રોટરી મેડિકલ હળવદ દ્વારા દવાનું વિતરણ, ગરીબ માણસોને ધંધા રોજગાર માટે પણ આ સંસ્થા દ્વારા ઘણી મદદ કરવામાં આવે છે. પક્ષી માટે પીવાના પાણીના કુંડા લેવા માટે હળવદના નાગરિકોએ લાભ લીધો હતો. પાણીના કુંડાનું વિતરણ હળવદ રોટરી ક્લબ દ્વારા રોટરી મેડિકલ ખાતે કરવામાં આવ્યું હતું.
