મોરબી: ઉતરાયણને બસ હવે થોડાક જ દિવસો બાકી છે. ત્યારે બજારોમાં રંગબેરંગી પતંગો જોવા મળશે અને લોકો ખરીદી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે. ત્યારે ઉત્તરાયણમાં બજારોમાં અશોકચક્રવાળી ત્રિરંગા પતંગનું પણ દર વર્ષે વેચાણ થતું હોય છે. જેથી આ ઉત્તરાયણ પર અશોકચક્રવાળી ત્રિરંગા પતંગ ન ખરીદવા ક્રાંતિકારી સેના દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. મોરબી ક્રાંતિકારી સેના દ્વારા મક્રરસંકાતની શુભકામના સાથે 14 જાન્યુઆરીના મક્રરસંકાતિના પર્વ પર અશોકચક્ર વાળી ત્રિરંગા પતંગના ખરીદી કે ઉડાળી રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવી રાખવાનું પોસ્ટર સોશ્યલ મિડિયામાં જોવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ક્રાંતિકારી સેના મોરબી દ્વારા મક્રરસંકાત પર્વ પર બજારમાં તિરંગા પતંગ અને હિદું દેવી-દેવતાઓના ફોટાવાળી પતંગ બનાવવા પર પ્રતિબંધ મુકવા અંગે અગાઉ મોરબી જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી. અને રજુઆતમાં જણાવાયું હતું કે, ઉત્તરાયણ પર્વ નિમિત્તે દર વર્ષે બજારોમાં જોવા મળતી અશોકચક્રવાળી ત્રિરંગા પતંગ લોકો ખરીદી અને આકાશમાં ઉડાળતા હોય છે. અને પતંગો કટ થવાથી કોઈ ગંદકીવાળી જગ્યાએ અથવા તો કોઈના પગ નીચે આવતી હોય છે. લાખો લોકોએ ત્રિરંગાની શાન માટે બલિદાન આપ્યું તે તિરંગાની શાન માટે ઉત્તરાયણ પર્વ પર અશોકચક્રવાળી તિરંગા પતંગના ખરીદી કે ના ઉડાળી રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવા ક્રાંતિકારી સેનાએ લોકોને અપિલ કરી છે.