હળવદ તાલુકાના રાતાભેર ગામે મફપતીયાપરાના ચોકમા તીનપત્તીનો જુગાર રમતા ૫ પત્તાપ્રેમીઓને હળવદ પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાતાભેર ગામે મફપતીયાપરાના ચોકમા તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓ દેવરાજભાઇ ભવાનભાઇ કુણપરા,રામજીભાઇ શામજીભાઇ ઇંદરીયા,રાહુલભાઇ કાંતીલાલભાઇ સુરેલા, મહાદેવભાઇ ભીમાભાઇ ચારોલા, લાલજીભાઇ બચુભાઇ ધામેચા (રહે. બધાં રાતાભેર ગામે. તા. હળવદ) નેં રોકડ રકમ રૂ. ૨૧,૭૦૦ ના મુદામાલ સાથે હળવદ પોલીસે પકડી પાડેલ છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.