ગાંધીનગર ખાતે મળેલી કેબીનેટ બેઠકમાં મુખ્યમંત્રી સાથે યોગેશભાઈ પટેલ, રા.ક.મંત્રી, નર્મદા અને શહેરી ગૃહનિર્માણ અને અન્ય મંત્રીઓ દ્વારા વડોદરામાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોને આપવામાં આવતા મેમા બાબતે ચર્ચા કરવામાં આવી.
પોલીસ દ્વારા ટુ વ્હીલર અને ફોર વ્હીલરને આર.ટી.ઓ.ના મેમા આપવામાં આવે છે, જેનાથી ટુ વ્હીલરનો ત્રણ થી ચાર હજાર જેટલો દંડ થાય છે. અને ફોર વ્હીલરને આઠ થી દસ હજાર જેટલો દંડ થાય છે. અને વ્હીકલ ડીટેઈન કરવામાં આવે તો અઠવાડિયા સુધી વાહનો છૂટતા નથી અને વાહન માલિકોએ ગરમીમાં આર.ટી.ઓ.માં લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે છે.
વાહનો ડિટેઈન થતા વાહન માલિકોને કોરોના મહામારીમાં હોસ્પિટલમાં આવવા-જવા તેમજ દર્દીઓને હોસ્પિટલ સુધી લઈ જવા તેમજ અન્ય કામોમાં પારાવાર મુશ્કેલીઓ પડે છે. તેથી માન.મુખ્યમંત્રીએ, વાહનવ્યવહાર મંત્રી આર.સી. ફળદુ અને રાજ્યકક્ષાના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાને સ્પષ્ટ સૂચના આપી છે કે, હાલ પુરતો પોલીસ દ્વારા માસ્ક ન પહેરવા બાબતનો જ દંડ વસૂલવામાં આવે અને માસ્ક સિવાયની અન્ય બાબતોની કલમ હાલ પૂરતી લગાવવી નહીં અને દંડ વસૂલવો નહીં,
કોરોના મહામારીના સમયમાં માન.મુખ્યમંત્રી સાથે ચર્ચા બાદ ટુ વ્હીલર અને ફોર વ્હીલર પર માસ્ક સિવાયનો દંડ ન વસૂલ કરવા બાબતની તાત્કાલીક સૂચના આપવામાં આવેલ છે. જે ખૂબ જ આવકારદાયક અને સરાહનીય પગલું છે.