ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં સામાન્ય લક્ષણો ધરાવતા કોરોના પોઝિટિવ દર્દીની સારવાર માટે કુલ 500 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ:
રાજકોટ: નોવેલ કોરોના વાયરસ COVID-19 વિશ્વ મહામારીના સમયમાં રોગચાળા અટકાયત કામગીરી માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર સતત કાર્યરત છે. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં ખાનગી હેમ્પિટલ / સંસ્થાઓમાં ૫૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તથા જરૂર જણાતા અન્ય વધારાની ૩૦૦ બેડની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સંસ્થાઓને સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર માટે કોવિડ કેર સેન્ટર (CCC) તરીકે મંજૂરી આપવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.

આ ખાનગી કોવિડ કેર સેન્ટર ખાતે સરકાર દ્વારા નિયત દરોએ સારવાર આપવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. દરેક હોસ્પિટલ સામે જવાબદાર અધિકારીના મોબાઈલ નંબર પણ આપવામાં આવેલ છે. તેમ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા રાજકોટની યાદીમાં જણાવાયું છે.