Thursday, April 24, 2025

રવાપર સી.આર.સી.કો ઓર્ડિનેટરનો વિદાયમાન અને સ્વાગત સન્માન સમારોહ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: રવાપર કલસ્ટરના સી.આર.સી.કો ઓર્ડિનેટર સંદીપ બી.આદ્રોજાની (પૂર્વ બી.આર.સી.સી.મોરબી અને પ્રમુખ મોરબી તાલુકા ગ્રામ્ય પ્રા.શિ. સંઘ) માંગણીથી મોરબીની તા.શા.નં.1 ના સી.આર.સી.કો.ઓ.તરીકે નિયુક્તિ થતા રવાપર ક્લસ્ટર શિક્ષક પરિવાર દ્વારા સંદીપ બી.આદ્રોજાનો વિદાયમાન સન્માન અને રવાપર કલસ્ટરના નવા નિમાયેલ સી.આર.સી.કો.ઓર્ડીનેટર ભરતભાઈ મોઢવાડીયાનો સ્વાગત સન્માન સમારોહ રવાપર તાલુકા શાળા ખાતે ક્લસ્ટરના તમામ શિક્ષકોની હાજરીમાં યોજાયો હતો.

આ સમારોહની શરૂઆત મૌન પ્રાર્થના સને સમૂહ પ્રાર્થનાથી થઈ હતી. અદેપર શાળાના આચાર્ય અરવિંદભાઈ કૈલા દ્વારા શાબ્દિક સ્વાગત થયું હતું. કલસ્ટરના સિનિયર શિક્ષક અને શિક્ષક સહકારી મંડળીના કારોબારી સભ્ય મગનભાઈ અંબાણી તેમજ મોરબી જિલ્લા પ્રા.શિ. સંઘના ઉપપ્રમુખ અને તેજાણી વાડી પ્રા.શાળાના આચાર્ય જયેશભાઈ એમ.કલોલાએ પોતાના ભાવ પ્રતિભાવ પ્રસ્તુત કર્યા હતા. કલસ્ટરના સૌ શિક્ષકો વતી વિદાયમાન લેતા તેમજ નવનિયુક્ત સી. આર.સી.કો.ઓર્ડિ.ને શાલ,બુકે અને વિશિષ્ટ મોમેન્ટો અર્પિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં નવનિયુક્ત સી.આર.સી.કો.ઓર્ડિ. ભરત મોઢવાડિયાએ સૌએ સહિયારા પ્રયત્નોથી શૈક્ષણિક વિકાસ માટેની પહેલ કરી હતી. વિદાયમાન થતા સી.આર.સી.કો.ઓર્ડિ. સંદીપ બી.આદ્રોજાએ કલસ્ટરના સૌ શિક્ષક ભાઈઓ બહેનોનો આભાર વ્યક્ત કરી રવાપર ટીમ પ્રત્યેના તેમના અનુભવો પ્રસ્તુત કર્યા હતો.

તેમના તરફથી ક્લસ્ટરની તમામ શાળાઓને કષ્ટભંજન દેવની તસવીર અર્પિત કરવામાં આવી હતી. લખધીરનગર પ્રા.શાળાના મુખ્યશિક્ષક રાવતભાઈ કાનગડે આભાર દર્શન પ્રસ્તુત કર્યું હતું. આ સમારોહના અંતે વિદાયમાન થતા સી.આર.સી.કો.ઓર્ડિ.સંદીપ બી.આદ્રોજા તરફથી સૌ માટે  ભોજન વ્યવસ્થા કરવામાં  આવી.સમારોહનું સફળ સંચાલન શ્રી ઘુનડા (સ.) પ્રા.શાળાના શિક્ષકશ્રી શૈલેષ એ.ઝાલરીયા દ્વારા થયું.રવાપર તાલુકા શાળાના મુખ્યશિક્ષક હિરેન એન.ધોરીયાણી અને તેમના  સ્ટાફ પરિવાર દ્વારા સમારોહ માટેની ઉચિત સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી.

Related Articles

Total Website visit

1,502,267

TRENDING NOW