મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની રહેવાસી યુવતી ગુમ થયા અંગેની મોરબી તાલુકા પોલીસ મથકે ગુમસુદા નોંધ કરાવામાં આવી હતી. જે યુવતી મરજીથી એક યુવક સાથે ગઈ હોય જે ઘરે પરત મળી આવી છે.
મોરબીના રફાળેશ્વર ગામની રહેવાસી સોનલબેન લાભુભા લાંબા નામની યુવતી ગત તા. ૧૬ જાન્યુઆરીના રોજ ગુમ થઇ હતી. જેથી પરિવારે મોરબી તાલુકા પોલીસ મથકે ગુમસુદા નોંધ કરતા પોલીસ તપાસ ચલાવી હતી. જેમાં ગુમ થયેલી યુવતી પોતાની મરજીથી સમીર વાઘેલા સાથે રફાળેશ્વરથી વાંકાનેર ગયેલ અને બસમાં બેસી તારાપુર ગઈ હતી જ્યાંથી પિતાને ફોન કરી હું જાવ છું કહીને બાદમાં ફોન બંધ કરી દીધો હતો બાદમાં બંને બગોદરા નાપાવારા ગામે સમીર વાઘેલાના મામા મહેમુદની વાડીએ ગયેલ અને ત્યાં રોકાયા હતા ત્યારે બગોદરા પોલીસ ટીમે યુવતીનો પતો મેળવીને પોલીસ સ્ટેશન લાવી હતી અને બાદમાં મહિલા પોલીસ સાથે ગુમ થયેલ અને સાથે સમીર વાઘેલાને મોરબી તાલુકા પોલીસ મથકે લાવવામાં આવી હતી જ્યાં ગુમ થયેલ સોનલબેન ને સમજાવતા તેઓ રાજીખુશીથી માતાપિતા સાથે ઘરે જવા સહમત થઇ હતી અને ગુમ થયેલ યુવતી સાથે કોઈ ગુનાહિત કૃત્ય થયું ના હોય જેથી ગુમ થનારનો કબજો માતાપિતાને સોપવામાં આવ્યો હતો