મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરાનાઓએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ
જુગારના કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય જે સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ વનરાજભાઇ ચાવડા તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ ખાભરનાઓની બાતમી હકીકતના અધારે રણછોડનગર ગરબી ચોર પાસે રહેતા શબાનાબેન સતારભાઇ શેખનાઓ બહારથી મહિલાઓ તથા માણસોને બોલાવી જુગારનો અખાડો ચલાવે છે.
તેવી ચોકકસ બાતમીના આધારે રેઇડ કરતા જુગાર રમતા ૩ મહીલાઓ શબાનાબેન સતારભાઇ ઇબ્રાહીમભાઇ (રહે. રણછોડનગર ગરબી ચોક પાસે મોરબી), ભાવનાબેન સુધીરભાઇ ઠાકર (રહે. લાયન્સનગર વીશીપરા મોરબી),ક્રિષ્નાબેન પ્રફુલભાઇ પરમાર (રહે વાવડી રોડ મિરા પાર્ક મોરબી) તથા ૦૩ ઇસમો રાહુલભાઇ કમલેશભાઇ જોગીયાણી (રહે. રાજકોટ કોઠારીયા મેઇન રોડ સ્વાતી પાર્ક),નિલેશભાઇ મનસુખભાઇ જોગેલા (રહે. રણછોડનગર ગરબી ચોક મોરબી),રાજુભાઇ ઉર્ફે રાજીયો ખીમજીભાઇ પરમાર (રહે. રેલ્વે સ્ટેશન પાછળ કબીર આશ્રમ પાસે મોરબી) નેં રોકડ રૂ. ૨૭,૧૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.
આ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ પો.હે.કો. ભગવાનભાઇ ખટાણા તથા પો.હૈ,કો, દિનેશભાઇ બાવળીયા તથા આપો.કો. ભગીરથભાઇ લોખીલ તથા પોકો ઇકબાલભાઇ સુમરા તથા પોકો, કેતનભાઇ અજાણા તથા મહિલા પો.કો, વનિતાબેન સીચાણદા તથા મહિલા અપો.કો. હેતલબેન વિંઝુડા એમ પોલીસ સ્ટાફના માણસો મદદમાં જોડાયેલ હતા.