મોરબી રાષ્ટ્રીય દિન દયાલ સેવા સંઘ દ્વારા રક્ષાબંધનના તહેવારના દિવસે બહેનો માટે અલગથી ફ્રી એસ.ટી સેવા આપવા રાજ્યપાલને લેખિત રજુઆત કરવામાં આવી છે.
જેમાં રાષ્ટ્રીય દિન દયાલ સેવા સંઘ ગુજરાત મહિલા મોર્ચાના ઉપાધ્યક્ષ ધર્મિષ્ઠાબેન વ્યાસે રાજ્યપાલ તથા મુખ્યમંત્રી સહિતને રજુઆત કરીને રજુઆત કરી છે કે, આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર ભાજપ મહિલા મોર્ચા દ્વારા મધ્યમ વર્ગની બહેન-દિકરીઓ માટે સરકારે મફત રાખડી સૌગાદ ભેટ રૂપે રક્ષાબંધન તહેવાર નિમિત્તે તા.૨૧ થી ૩૦ સુધી (૧૦ દિવસ) માટે ફ્રી રાજ્યવ્યાપી એસ.ટી.બસ સેવા ફ્રિ આપી નારી ઇચ્છા શક્તિનું અવસર ઉજવવો જોઈએ. તેવી રજુઆત કરી છે.