મોરબી તાલુકાના રંગપર ગામ નજીક સીરામીકના કારખાના પાસેથી બાઇકમાં બિયરના ટીન સાથે નીકળેલા પરપ્રાંતિય શખ્સને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો હતો. જેની પૂછપરછ દરમિયાન અન્ય એક શખ્સનું નામ ખુલતા મોરબી તાલુકા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ રંગપર ગામ નજીક લાફાન્સ સીરામીકના કારખાના નજીકથી બાઇક લઈ નીકળેલા પ્રતાપભાઇ વેચાનભાઇ ચૌહાણ (ઉ.વ-૩૦. રહે હાલ.રંગપર તા. મોરબી મુળ રહે.અસરીયાપાની પોસ્ટ-સોલવાન, રાજ્ય-મધ્યપ્રદેશ)ની પોલીસે તપાસ કરતા TVS અપાચે બાઇક.નં-MP-46-MR-4590 (કિ.રૂ-૪૮૦૦૦) કિંગફીશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બિયર કંપનીના ટીન નંગ-૩૦ (કિ.રૂ.૩૦૦૦) નો મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી પોલીસે શખ્સની પૂછપરછ કરતા બિયરનો જથ્થો યાસીનભાઇ કાસમભાઇ મકવાણા (ઉ.વ-૪૦.રહે.હાલ મોરબી-૨ વિદ્યુતનગર સોસાયટી મુળ રહે.સુરેન્દ્રનગર) પાસેથી વેચાણ કરવા માટે ખરીદ્યો હોવાની કબૂલાત આપી હતી જેથી મોરબી તાલુકા પોલીસે કુલ રૂ.૫૧૦૦૦/-ના મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.