યમુના નગર વિસ્તારમાં જુગાર રમતા ચાર મહિલાઓ ઝડપાયા.
મોરબીના યમુના નગર શેરી નંબર ત્રણમાં જાહેરમાં જુગાર રમતા ચાર મહિલાઓને પોલીસે ઝડપી પાડયા છે. ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના યમુનાનગર શેરી નંબર 3માં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી તીનપતિની મોજ માણી રહેલ આરોપી અંજુબેન લીલમદાસ રામાનુજ, જરીનાબેન સલીમભાઈ સુમરા, જયશ્રીબેન દિલીપભાઈ સારલા અને લીલાબેન દેવજીભાઈ માલકીયાને રોકડા રૂપિયા 3080 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.