મોરબીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા ભારતી સંસ્થા દ્વારા જૂની દાણા પીઠનું મેદાન, લખધીરવાસ પાસે મોરબી ખાતે વિનામૂલ્યે આયુર્વેદીક રોપા તેમજ ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં 500 તુલસી, 200 બારમાસી, 100 અજમો, 100 કેક્ટર્સ, 200 મીઠા લીંબડાના રોપા તેમજ 600 નંગ ચકલીના માળાનું વિતરણ કરાયું હતું. આ વિતરણ સેવાનો લાભ 741 લોકોએ લીધો હતો. તેમજ આ તકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડો.જયંતિભાઇ ભાડેસીયાએ મુલાકાત લઈને શુભેચ્છા પાઠવી હતી.
