મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગુજરાત ગેસ કંપની દ્વારા આપવામાં આવતા નેચરલ ગેસનો ઉપયોગ કરીને હાલમાં સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવ્યું છે અને સિરામિક ઉદ્યોગકારો ગેસ કંપની પાસેથી એમજીઓ કરાર કરીને ગેસ મેળવી રહ્યા છે પરંતુ અચાનક જ ગુજરાત ગેસ કંપની દ્વારા થર્ટી ફાસ્ટની પૂર્વ સંધ્યાએ મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે એમજીઓ કરાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે જેથી ઉદ્યોગકારોને જ મળતો ગેસ સાડા ત્રણ રૂપિયા કરતાં વધુ મોંઘો થાય તેવી શક્યતા છે જેથી કરીને ઉદ્યોગકારો દ્વારા હાલમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસ ખાતે ધરણા કરવામાં આવ્યા છે અને ગુજરાત ગેસ કંપની દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

મોરબીના સિરામિક એસોના હોદેદારો તેમજ ઉદ્યોગપતિઓ આજે ગુજરાત ગેસ કંપનીની લાલપર ખાતેની ઓફિસે પહોંચ્યા હતા અને નોન એમજીઓ અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે આજે તમામ મેમ્બરોને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી છે જે હાલની સ્થિતિના ધ્યાને લેતા આવતા મહિનેથી ગેસનો MGO કરી આપવામાં આવશે નહિ જેથી તમામ મેમ્બરોએ આ અંગે પ્રમુખોએ આ નિર્ણય ઉદ્યોગના હિતમાં ના હોય જેથી નિર્ણય પાછો ખેચવામાં આવે તેવી માંગ કરી છે અને આ નિર્ણય જો પરત ના લેવાય તો સિરામિકના તમામ યુનિટો બંધ કરવાની તૈયારી દર્શાવી હોવાનું જણાવ્યું હતું અને ઉદ્યોગ બંધ થાય તેની તમામ જવાબદારી ગુજરાત ગેસ કંપનીની રહેશે તેમ પણ રજૂઆતમાં જણાવ્યું હતું