મોરબી સહિત રાજ્યભરમાં કોરોના સંક્રમણ દિન-પ્રતિદિન રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણની વ્યાપકતા ઘ્યાનમાં લઇને રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લેતા જાહેર કર્યું છે કે, સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 12 ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ આગામી 10મી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશના થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે.