મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ અને એલસીબીની ટીમે સબ જેલમાંથી ત્રણેક માસથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલા આરોપીને પકડી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ પોલીસની ટીમે બાતમીના આધારે હળવદ પોલીસ મથકના કેસમાં મોરબી સબ જેલમાં રહેલો નાનજીભાઈ સોમાભાઈ જીંજુવાડીયા (રહે.જુની જોગડ તા.હળવદ) નામનો આરોપી વચગાળાની રજા પરથી ફરાર થયેલ હોય તેને જૂની જોગડની સીમમાંથી પકડી પાડી સબ જેલ હવાલે કર્યો છે. આ કામગીરીમાં વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર, તથા એ.એસ.આઇ. રસિકભાઇ ચાવડા, તથા પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા, ચંન્દ્રકાંતભાઇ વામજા, ચંદુભાઇ કાણોતરા, જયવંતસિંહ ગોહીલ, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રા,ભરતભાઇ મીયાત્રા, દશુભા પરમાર, નીરવભાઈ મકવાણા, હરેશભાઇ સરવૈયા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.