મોરબી:પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાએ એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર વી.બી.જાડેજાને મોરબી જીલ્લા માંથી સગીરવયના બાળકોના થયેલ અપહરણના ગુનાઓ શોધી કાઢવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર, વી.બી.જાડેજા એ એ.એચ.ટી.યુ.ના સ્ટાફના માણસોને જરૂરી કાર્યવાહી કરવા સુચના કરતા ભોગબનનાર તથા આરોપીઓ રાજસ્થાન,પંજાબ રાજયમાં હોવાની હોવાની હકિકત પોલીસ હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ ચાવડા, તથા પોલીસ કોન્સ્ટેબલ નંદલાલ વરમોરાને મળેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેકટર વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.કે.કોઠીયા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા AHTU મોરબીની એક પોલીસ ટીમ બનાવી રાજસ્થાન, પંજાબ ઉત્તરપ્રદેશ રાજય ખાતે તપાસ અર્થે મોકલતા આરોપી કિશન રમેશચંદ્ર મેઘવાલ( ઉ.વ.૨૫ રહે. જીકડીયા તા. પંચપહાડ જી ઝાલાવાડ રાજસ્થાન)ને તથા ભોગબનનારને રાજસ્થાન રાજયના કોટા જીલ્લાના રંગવાડી વિસ્તારમાંથી શોધી કાઢી.
તેમજ આરોપી આરોપી સતેન્દ્રકુમાર બ્રિજેશકુમાર ઉર્ફે બ્રજનાથ રાજભર (ઉં.વ.૨૬ રહે. મુળ સરદાસપુર થાણુ રસડા, જી. બલીયા ઉત્તરપ્રદેશ)ને પંજાબ રાજયના જીવનનગર, લુ ધીયાણા ખાતેથી તથા ભોગબનનારને સરદાસપુર જા બલીયા, ઉત્તરપ્રદેશ ખાતેથી શોધી કાઢવામાં સફળતા મળતા જેઓને મોરબી ખાતે લાવી જેઓની COVID-19 સબંધીજરૂરી મેડીકલ તપાસણી કરાવી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આમ, મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને આજથી દોઢવર્ષ પહેલા મોરબી તાલુકાના બેલાગામની સીમમાં આવેલ જેમસ્ટોન સીરામીક તેમજ છ માસ પહેલા લખધીરપુર રોડ ઉપર આવેલ સગ્ન પેલેસ સીરામીક માંથી ભોગબનનાના અપહરણ કરનાર આરોપીઓ તથા ભોગબનનારને શોધી કાઢવામાં સફળતા મેળવેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા પોલીસ કર્મચારી વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર AHTU મોરબી તથા PSI વી.કે.કોઠીયા મોરબી તાલુકા તથા ASI હીરાભાઇ ચાવડા, HC દશરથસિંહ ચાવડા, PC નંદલાલ વરમોરા, અશોકસિંહ ચુડાસમા WPC આરતીબેન ચાવડા, તથા ડ્રા. PC હસમુખભાઇ વોરા અશ્વીનભાઇ ચાવડા વિગેરે દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.