Thursday, April 24, 2025

મોરબી શ્રી વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક તરીકે દેવેન રબારીની વરણી

Advertisement
Advertisement
Advertisement

• રબારી સમાજમાં શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી જાગૃતિ લાવવા પર ભાર મુક્યો

આગામી સમયમાં માલધારી સંમેલનનું આયોજન

મોરબી : મોરબી સમસ્ત મચ્છુકાંઠાના રબારી સમાજના યુવાનોના ઉત્થાન માટે સક્રિય શ્રી વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક તરીકે દેવેનભાઈ રબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે આ સાથે જ તેઓએ રબારી સમાજમાં શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી જાગૃતિ લાવવા પર ભાર મુક્યો હતો અને આગામી સમયમાં માલધારી સમેલનનું આયોજન કરવાનું પણ જણાવ્યું હતું.

મોરબીના શ્રી વડવાળા યુવા સંગઠનની તાજેતરમાં અષાઢી બીજના પાવન અવસરે મોરબીના અયોધ્યા પુરી રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે કોરોબારી બેઠક મળી હતી.જેમાં આ કારોબારીમાં ૭૧ સભ્યોની નિમણુંક કરવામાં આવી હતી.જ્યારે શ્રી વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક તરીકે જાણીતા તેમજ અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા દેવેનભાઈ રબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.આ પ્રસંગે રબારી સમાજના અગ્રણીઓ સોહનભાઈ રગીયા, મોતીભાઈ કરોતરા, રાયમલભાઈ રબારી, ભરતભાઇ રબારી, હીરાભાઈ ખાંભલા, ધારાભાઈ ટમાંરિયા સહિતના યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને દેવેનભાઈની વરણીને ઉમળકાભેર વધાવી હતી.

આ પ્રસંગે દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, રબારી સમાજમાં જે મને મોભાદાર પદનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે બદલ હું સમાજનો ઋણી છું અને સમાજે જે મારા ઉપર વિશ્વાસ મુક્યો છે.તેના પુરી નિષ્ઠાની નિભાવીશ. તેમજ રબારી સમાજમાં ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રે ઉતરોતર વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેવાનો કોલ આપ્યો હતો.તેમજ રબારી સમાજમાં શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી જાગૃતિ લાવવા પર ભાર મુક્યો હતો અને આગામી સમયમાં માલધારી સંમેલનનું આયોજન કરવાનું પણ જણાવ્યું હતું.

Related Articles

Total Website visit

1,502,266

TRENDING NOW