Tuesday, April 22, 2025

મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાની જહેમતથી મોરબીના વતની જશવંતીબેન ચોપશીભાઇ જોબનપુત્રાનો વીમાની બાકી રકમ ૩૪,૦૦૩/- ચોત્રીસ હજાર અને ત્રણ રૂપિયા ૯ ટકાના વ્યાજ સાથે અને પાંચ હજાર માનસીક ત્રાસના તા.૨૪/૦૫/૨૦૨૪ થી ગ્રાહક અદાલતે વીમા કંપનીને ચુકવવાનો આદેશ કરેલ છે.

Advertisement

કેઇસની વિગત એવી છે કે, મોરબીના વતની જશવંતભાઇ ચોપશીભાઇ જોબનપુત્રા એ૨ વ્હીકલ નો વીમો નેશન ઇન્સ્યોરન્સ કંપનીનો ઉતરાવેલ હતો જશવંતભાઇ નું વાહન તેનો પુત્ર તથા તેમના પત્ની તા. ૧૧/૦૬/૨૩ નો રોજ સાંજે જતા હતા ત્યાં રસ્તામાં ક્રુજ ગાડી સાથે અથડાતા ગાડીને રૂા. ૧,૧૦,૦૦૩/- નું નુકશાન થયેલ તમામ કાગળો અને બીલ વીમા કંપનીને સમય મર્યાદામાં મોકલી આપેલ પરંતુ વીમા કંપનીએ રૂ।. ૭૬૦૦૦/- છોતેર હજાર ચુકવ્યા બાકીની રકમ રૂા. ૩૪,૦૦૩/ – ચુકવવાની ના પાડતાં તેઓ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ લાલજીભાઇ મહેતા ઘ્વારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલક રતાં ગ્રાહક અદાલતે રૂા. ૩૪,૦૦૩/- ચોત્રીસ હજાર ને ત્રણ રૂપિયા ૯ ટકાના વ્યાજ સાથે તા.૨૪/ ૦૫/૨૦૨૪ થી રૂા. ૫૦૦૦/- અન્ય ખર્ચ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે ગ્રાહકે પોતાના હક માટે લડત કરવી જોઇએ કોઇપણને અન્યાય થાય તો સંપર્ક કરો. પ્રમુખ લાલજીભાઇ મહેતા-મો. : ૯૮૨૫૭ ૯૦૪૧૨,

ઉપપ્રમુખ બળવંતભાઇ ભટ્ટ-મો. : ૯૩૭૭૪ ૯૯૧૮૫

મંત્રી : રામ મહેતા-મો. : ૯૯૦૪૭ ૯૮૦૪૮

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW