મોરબી વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ,ગૌ રક્ષા ની ટીમ દ્વારા મોરબીના જાહેર માર્ગો ઉપરથી ઈંડા-નોનવેજની લારીઓ હટાવવા અંગે મોરબી જિલ્લા કલેકટર અને મોરબી નગરપાલીકા ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી. તેમણે લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે, જ્યારે ગુજરાત ના અન્ય શહેરોમાં ઈંડા તથા નોનવેજની લારીઓ હટાવવાની કામગીરી થઇ રહી છે. ત્યારે મોરબી શહેરમાં પણ જાહેર માર્ગોઉપર નોનવેજ તેમજ ઈંડાની લારીઓ હટાવવાની કાર્યવાહી કરવામાં આવે તેમજ આવી કામગીરી અન્ય શહેરોમાં થતી હોય તો મોરબી શહેરોમાં પણ તાત્કાલિક ધોરણે કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી.
તે ઉપરાંત મોરબી શહેરમાં રેસિડેન્ટ વિસ્તારમાં તથા જાહેર માર્ગોપર કતલખાનાઓ બંધ કરવામાં આવે જેની સરકારને વારંવાર રજૂઆત આપવા છતાં આવા કતલખાનાઓ હજુ પણ ચાલુ છે. તેમજ સરકાર દ્વારા કોઈપણ પ્રકારની અમલવારી કરવામાં આવી નથી તો તાત્કાલિકના ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સરકાર સમક્ષ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષક તેમજ દુર્ગાવાહિની દ્વારા માંગ કરવામાં આવી હતી.