મોરબી: મોરબીના વાવડી રોડ સોમૈયા સોસાયટી વચ્ચે શેરીમાં સ્કોર્પિયો ગાડીમાંથી ૧૨૯ બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કરેલ છે. આરોપી સ્થળ પરથી નાશી છુટતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી.
મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં તે દરમ્યાન રેઇડ કરતાં મોરબીના વાવડી રોડ સોમૈયા સોસાયટી વચ્ચેની શેરીમાં રહેતા આરોપી ઋષિરાજસિંહ અનિરુધ્ધ સિંહ જાડેજા પોતાની સ્કોર્પિયો ગાડી રજી નં-GJ-01-HK-0043(કીં.રૂ.૨,૦૦,૦૦૦) માં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૨૯(કીં.રૂ.૪૮૩૭૫)નો જથ્થો પોતાની ગાડીમાં રાખી હેરાફેરી કરતા હોય તે દરમ્યાન રેઇડ કરી પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરેલ છે. આરોપી સ્થળ પરથી નાશી છુટતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે તેમના વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.