મોરબી: વર્લી ફિચરનાં આંકડા લખી જુગાર રમાડતા બે ઇસમને બી ડીવીઝન પોલીસ ટીમે ઝડપી પાડ્યા છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઇ મિયાત્રા તથા દેવશીભાઇ મોરીને મળેલ બાતમી આધારે જાહેરમાં વર્લી ફિચરનો આકંડા લખી લખાવી નશીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા જુમાભાઇ સલેમાનભાઇ સુમરા (રહે, વનાળિયા ગામ તા.માળિયા જી.મોરબી), દિનેશભાઇ પ્રેમજીભાઇ મુછડીયા (રહે. વીશીપરા અમરેલી રોડ ભવાનીનગર સીટીઝન કારખાનાની સામે મોરબી)ને રોકડા રૂ.૧૦૫૭૦ તથા મોબાઇલ નંગ-૩ (કિંરૂ,૧૫૦૦) સાથે કુલ મુદામાલ કિં.રૂ.૧૨૦૭૦ ની મતા સાથે બન્ના આરોપીઓને પકડી પાડી ગુનો રજી કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આ કામગીરીમા પો.સ.ઇ. એ.એ. જાડેજા તથા પો.હે.કો. ડી એચ બાવળીયા તથા પો.હે.કો. બી આર ખટાણા તથા પો.કો. ભગીરથાભાઇ લોખીલ તથા પો.કો. ચંદ્રસિંહ પઢીયાર એમ પો.સ્ટાફના માણસો સાથે મદદમા જોડાયેલ હતા.