મોરબી પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે એડી.ચીફ જયુડીમેજી.કોર્ટ હળવદ, હળવદ પો.સ્ટે.એ.પાર્ટ ગુ.ર.નં.૨૧૦/૨૧ ના કામે મોરબી સબ જેલના કાચા કામના કેદી અશ્વીન હસમુખભાઇ પરમાર જાતે અનુજાતિ, (ઉ.વ. ૧૯) રહે. હળવદ દલીતવાસ બસ સ્ટેશન પાછળ તા.હળવદ જી.મોરબીવાળાને તા.૧૭/૫/૨૧ થી તા.૧૮/૦૮/૨૧ સુધીના વચગાળાના જામીન પરથી જેલ મુકત કરવામાં આવેલ હોય જે કેદીને તા.૧૮/૦૮/૨૦૨૧ ના રોજ મોરબી સબ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ આરોપી વચગાળાના જામીન પરથી પરત હાજર થયેલ ન હોય જે કેદી આજરોજ તા.૨૭/0૮/૨૧ ના રોજ હળવદ બસ સ્ટેશન પાસેથી મળી આવતા પકડી પાડી જરૂરી કાર્યવાહી કરી મોરબી સબ જેલ ખાતે મોકલી આપેલ છે.