મોરબી: મોરબી તાલુકાનાં લાલપર ગામે શ્રી ગણેશ પેલેટ કારખાનાની મજુરની ઓરડીમાંથી મોબાઇલ ચોરાયો હોવાની ફરીયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાઇ.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામે નર્મદા કેનાલ નજીક શ્રી ગણેશ પેલેટ કારખાનામાં રહેતા અબ્દુલ કાદીર નવીમુહમદ અંસારી (ઉ.વ.૨૯.મુળ. રહે. યુ.પી)એ આરોપી વિકાસ બીગનભાઈ પાસવાન તથા કૌશલ કુમાર દેવપ્રસાદ પાસવાન (રહે.બન્ને સીનીયર સીરામીક કારખાનામાં. લાલપર. મુળ રહે. યુ.પી) વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૦૬-૨૦૨૧ના ૬ વાગ્યે કોઈપણ વખતે ફરીયાદી તથા સાથી રાત્રીના સમયે પોતાના શ્રી ગણેશ પેલેટ કારખાનાની મજુરની ઓરડીમાં સુતા હોય ત્યારે આરોપીઓ રાત્રીના સમયે કારખાનાની મજુરની ઓરડીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ફરીયાદીનો મોબાઈલ(કીં.રૂ. ૫૦૦૦)ની ચોરી કરી નાશી છુટયા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ને ઝડપી પાડવા વધું તપાસ હાથ ધરી છે.